J&K: શોપિયામાં છૂપાઈને બેઠેલા આતંકીઓ પર સુરક્ષાદળો કાળ બનીને તૂટી પડ્યા, 4 આતંકીઓ ઠાર

જમ્મુ અને કાશ્મીર રાજ્યના શોપિયા જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ. મળતી માહિતી મુજબ સુરક્ષાદળોને બાતમી મળી હતી કે શોપિયા જિલ્લામાં કેટલાક આતંકીઓ ઘાત લગાવીને બેઠા છે, ત્યારબાદ તેમણે ઓપરેશન ચલાવ્યું અને અથડામણ શરૂ થઈ.

J&K: શોપિયામાં છૂપાઈને બેઠેલા આતંકીઓ પર સુરક્ષાદળો કાળ બનીને તૂટી પડ્યા, 4 આતંકીઓ ઠાર

નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીર રાજ્યના શોપિયા જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ. મળતી માહિતી મુજબ સુરક્ષાદળોને બાતમી મળી હતી કે શોપિયા જિલ્લામાં કેટલાક આતંકીઓ ઘાત લગાવીને બેઠા છે, ત્યારબાદ તેમણે ઓપરેશન ચલાવ્યું અને અથડામણ શરૂ થઈ. આ અથડામણમાં 4 આતંકીઓ ઠાર થયા હોવાનં જાણવા મળ્યું છે. મોટા પ્રમાણમાં હથિયારો અને ગોળા બારૂદ પણ મળી આવ્યાં છે. 

દક્ષિણ કાશ્મીરના શોપિયાના દારૂમડોરા કીગમ વિસ્તારમાં આ અથડામણ થઈ. સુરક્ષાદળોએ આતંકીઓને ઘેરી લીધા અને બંને તરફથી ફાયરિંગ શરૂ થઈ ગયું. જવાબી  કાર્યવાહીમાં સુરક્ષાદળોએ બે આતંકીઓને  ઠાર કર્યાં. શરૂઆતમાં બે કટ્ટરપંથીઓ ઠાર થયા પરંતુ ત્યારબાદ સર્ચ ઓપરેશનમાં 2 વધુ આતંકીઓના મૃતદેહો મળી આવ્યાં. કુલ 4 આતંકીઓ ઠાર થયાં. 

પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે આતંકીઓની હાજરીની સૂચના મળી હતી જેના આધારે સુરક્ષાદળોએ ધેરાબંધી કરી અને સર્ચ અભિયાન શરૂ  કરી દીધુ. સર્ચ અભિયાન દરમિયાન છૂપાયેલા આતંકીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ શરૂ કર્યું હતું. જવાબી કાર્યવાહી શરૂ થતા 4 આતંકીઓનો ખાત્મો થયો. માર્યા ગયેલા આતંકીઓની ઓળખ થઈ રહી છે. તેઓ કયા સંગઠનના હતાં તે અંગે તપાસ થઈ રહી છે. હાલ સુરક્ષા કારણોસર વિસ્તારમાં ઈન્ટરનેટ સેવા બંધ કરાઈ છે. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે આ અગાઉ શનિવારે બારામુલ્લા જિલ્લાના ઉરી સેક્ટરમાં બારિયાનમાં સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર કર્યો હતો. બારામુલ્લા જિલ્લાના આ ભાગમાં આતંકીઓની હાજરી હોવાની જાણ થતા ભારતીય સેના, કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ અને જમ્મુ કાશ્મીર પોલીસની સંયુક્ત ટીમે વિસ્તારમાં સર્ચ ઓપેરશન શરૂ કર્યું હતું. આતંકીઓના ફાયરીંગમાં જવાબી કાર્યવાહી દરમિયાન એક આતંકી ઠાર થયો હતો. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news